મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરુચમાં નકલી કિન્નર ઝડપાયો, સ્થાનિકો અને અસલી કિન્નરોએ મેથીપાક ચખાડ્યો

ભરૂચમાં નકલી કિન્નરોનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નિવાસીઓ ત્ર

ભરૂચમાં નકલી કિન્નરોનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નિવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ કિન્નરનો વેશ ધારણ કરી લોકોનું વશીકરણ કરી તેમને ઠગતો હતો. પરંતુ એક સતર્ક સ્થાનિકે સમયસુચકતા વાપરી તેને ઝડપી પાડ્યો છે અને સોસાયટીના રહીશો તેમજ અસલી કિન્નરો સાથે મળીને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 

આ પણ વાંચો : VIDEO: રિવરફ્રન્ટ પર મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ સિટી પોલીસ લાવી ઈલેક્ટ્રિક સ્કુટર

ઈજાગ્રસ્ત થયેલ નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

ભરુચની ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારની સોસાયટીઓમાં  છેલ્લા ત્રણેક દિવસથી નકલી કિન્નરે અનેક લોકો પાસેથી ઉઘરાણી કરતો હોવાની લોક ચર્ચા ચાલી રહી હતી. જેથી કિન્નર સમાજ તેમજ રહીશો આ અંગે સતર્ક બન્યા હતા. જે બાદ આજે તવરા રોડ પર આવેલ શુભમ વેલી સોસાયટીમાં આ નકલી કિન્નરે આવતા સોસાયટીના રહીશ અંકુર ધોરાવાલાએ  તેને પૂછ્યું હતું કે કોણ છો અને શું કામ છે? ત્યારે નકલી કિન્નરે અહી કોઈના ત્યાં દીકરાનો જન્મ થયો છે તેમ કહેતા તેઓએ કડકાઈથી ના કહેવા સાથે પડકારતા તે ત્યાંથી ભાગ્યો હતો જેના પગલે બૂમાબૂમ થતાં અન્યો લોકો પણ દોડી આવ્યા હતા અને તેને ઝડપી લઇ તેની માહિતી ભરુચ કિન્નર સમાજના દીપા માસીને કરવામાં આવી હતી. તો તેઓ તુરંત દોડી આવ્યા હતા અને ઝડપાયેલ  કિન્નરની ઢોલ ધપાટ કરવા સાથે પૂછપરછ કરતા તે પુરુષ હોવાનું અને નકલી કિન્નર બની લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું કબલ્યું હતું. તે દરમ્યાન સી ડિવિઝન પોલીસ પણ  દોડી આવી હતી.

આ પણ વાંચો :  VIDEO: મોરબીમાં એક કારે જોયા વિના ટર્ન લેતા સર્જાયો ગંભીર અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીઓમાં નકલી કિન્નર સ્થાનિકવાસીઓનું વશીકરણ કરી રૂપિયા પડાવવાની ઘટના બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અસલી કિન્નરની ઓળખાણ આપી અનેક સોસાયટીમાંથી રુપિયા 10 થી 30 હજાર સુધીની રકમ પડાવી હોવાનું સામે આવતા અસલી કિન્નરો પોલીસ મથકે પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો