VIDEO: અશાંત ધારો લાગુ કરવાની માંગ, કલેક્ટર કચેરીએ સ્થાનિકોનો વિરોધ
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ જિલ્

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દાસારામ સોસાયટી, મહેશ્વરી અને નૂતનનગરના રહેવાસીઓએ વિસ્તારમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆત માટે પહોંચેલા લોકોને કલેક્ટર કચેરીમાં ચાર કલાક સુધી બેસાડવામાં આવ્યા છતાં યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. માત્ર પાંચ લોકોને જ ઓફિસમાં પ્રવેશ આપતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.




