મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીસા ફટાકડા ફેક્ટરી કેસઃ સમગ્ર પ્રક્રિયામાં ગંભીર વહીવટી ખામીનો સરકારનો સ્વીકાર

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વનો સ્વીકાર ક

તસવીર: gstv

 ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે  ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વનો સ્વીકાર કર્યો છે. સરકારે કોર્ટને જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયામાં ગંભીર વહીવટી ખામીઓ સામે આવી છે અને આ મામલે SITની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તપાસમાં લાયસન્સના રિન્યુઅલ, નિરીક્ષણ અને રેકોર્ડ જાળવણીમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી છે. SITના અહેવાલ મુજબ પોલીસ અને ફાયર સેફ્ટીના વાંધાઓ હોવા છતાં લાયસન્સનું રિન્યુઅલ કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક મહત્વના અહેવાલો નિર્ણય લેતા અધિકારી સુધી પહોંચ્યા જ નહોતા. જોકે SITએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર વહીવટી પ્રક્રિયાનું પાલન થયું હોત તો પણ દુર્ઘટના સંપૂર્ણપણે અટકી જ હોત એવું ચોક્કસ કહી શકાય નહીં. સમગ્ર મામલે બે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને એક મામલતદાર સહિત ત્રણ અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો