VIDEO: ચાણસ્મા મામલતદાર કચેરીમાં વિધવા સહાયના દાખલ માટે લાંચ લેતો લાંચિયો ઝડપાયો
આજે ચાણસ્મા મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ કરીને લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટર

આજે ચાણસ્મા મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ કરીને લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યો છે.. આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર પ્રકાશકુમાર પરમાર વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે રૂપિયા 800ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.તે અરજદારો પાસેથી વિધવા સહાયના દાખલા માટે 100થી 2,000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આરોપી પાસેથી લાંચની 800ની રકમ કબજે કરીને એસીબીએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




