VIDEO: લિંડા નોસ્કોવા વિમ્બડનની નવી ક્વિન, ફાઈનલ જીતી રચ્યો ઈતિહાસ
ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવાએ શાનદાર પ્રદર્શન કરતા વિમ્બલ્ડન 2026 માં મહિલ

ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવાએ શાનદાર પ્રદર્શન કરતા વિમ્બલ્ડન 2026 માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. લંડનના પ્રતિષ્ઠિત સેન્ટર કોર્ટ પર શનિવારે રમાયેલી ફાઇનલમાં 9મી ક્રમાંકિત નોસ્કોવાએ પોતાની જ દેશની કેરોલિના મુચોવાને 6-2, 5-7, 6-3 થી હરાવી હતી. 2 કલાક અને 28 મિનિટ સુધી ચાલેલા આ રોમાંચક મુકાબલામાં 21 વર્ષની નોસ્કોવાએ પોતાની કરિયરનું આ સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તે પહેલીવાર જ કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રમી રહી હતી.




