VIDEO: ખાતમુહૂર્ત થયું પણ રસ્તો ક્યાં? વન વિભાગના બહાના હેઠળ ખોરંભે પડ્યું છોટાઉદેપુરના તુરખેડા ગામનું ભાગ્ય
VIDEO: ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યાના દાવા વચ્ચે જમીની હકીકત કંઈક જુદી જ છે.. ગુજરાતમાં રાજ્યની આવેલ તુરખેડા ગામ આજે પણ પાકા રસ્તાથી વંચિત છે. અહીં બીમાર વ્યક્તિને કે પછી સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવુ જીવનું જોખમ સમાન બની રહે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું તુરખેડા ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. બે હજારની વસ્તી ધરાવતું આ ગામ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં હોવાથી અહીં પાકા રસ્તાનો સદંતર અભાવ છે. પરિણામે માંદગી કે પ્રસૂતિના સમયે દર્દીઓને કપડાની ઝોળીમાં લટકાવી પથરાળ માર્ગો પર ત્રણ કિલોમીટર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડે છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્
VIDEO: ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યાના દાવા વચ્ચે જમીની હકીકત કંઈક જુદી જ છે.. ગુજરાતમાં રાજ્યની આવેલ તુરખેડા ગામ આજે પણ પાકા રસ્તાથી વંચિત છે. અહીં બીમાર વ્યક્તિને કે પછી સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવુ જીવનું જોખમ સમાન બની રહે છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું તુરખેડા ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. બે હજારની વસ્તી ધરાવતું આ ગામ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં હોવાથી અહીં પાકા રસ્તાનો સદંતર અભાવ છે. પરિણામે માંદગી કે પ્રસૂતિના સમયે દર્દીઓને કપડાની ઝોળીમાં લટકાવી પથરાળ માર્ગો પર ત્રણ કિલોમીટર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડે છે.
તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્યાર સુધીમાં બે સગર્ભા મહિલાઓ અને એક નવજાત બાળકે રસ્તામાં જ જીવ ગુમાવ્યા છે. ગયા વર્ષે બનેલી એક કરુણ ઘટના બાદ હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને તાકીદે રસ્તો બનાવવા આદેશ આપ્યો હતો. સાત કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત તો થયું પરંતુ વન વિભાગની મંજૂરીના બહાને કામ આજે પણ ખોરંભે પડ્યું છે.




