VIDEO: વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક જૂથવાદ અને રોષ ચરમસીમાએ, ધારાસભ્ય યોગેશ પટેલનો VIDEO વાયરલ
વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચ
વડોદરા ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ આંતરિક જૂથવાદ અને રોષ ચરમસીમાએ પહોંચ્યો છે, જેનો પુરાવો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો વાયરલ વીડિયો છે. જેમાં તેમણે પોતે દુઃખી હોવાનું કહીને શહેર ભાજપ પ્રમુખને જુઠ્ઠા અ ચોર ગણાવ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે...યોગેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે સંગઠન કે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ બહારના ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવી છે. તેમણે દીપા પંચાલ અને હિરેન સુખડિયા જેવા નામોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે જેઓ ક્યારેય વિસ્તારમાં આવ્યા નથી તેમને પણ ટિકિટ ફાળવાઈ છે. આખા ગુજરાતમાં અત્યારે આ જ ધંધો ચાલી રહ્યો હોવાની આકરી ટિપ્પણી પણ ધારાસભ્યએ કરી છે.



