VIDEO: વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિ
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ભાજપ દ્વારા આ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકામાં ઉમેદવારો ન ઉભા રાખવા અંગે પક્ષે સ્પષ્ટ કર્યું કે ત્યાં લઘુમતી ઉમેદવારોના ખરીદ-વેચાણની આશંકા છે. બીજી તરફ, કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપના નેતાઓએ જણાવ્યું કે ઉમેદવારો ન મળવાથી હતાશ થયેલી કોંગ્રેસે ડભોઈમાં મારામારી કરી છે અને તેઓ ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી ચૂક્યા છે. આ ઉપરાંત પાર્ટીથી નારાજ થઈ અપક્ષ લડનારાઓને સસ્પેન્ડ કરવાની પણ ભાજપ નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે..




