મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PMની મુલાકાતને પગલે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન રિહર્સલ કરાયું

જામનગરમાં રવિવારે વ

જામનગરમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત મુલાકાતને પગલે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમનથી લઈને તેમના નિર્ધારિત રૂટ પર સુરક્ષાના તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી છે. કાફલાની અવરજવર દરમિયાન કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ખાસ કરીને પ્રોટોકોલ મુજબ સુરક્ષા કવચ જાળવવા અને ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે પોલીસે મોકડ્રીલ યોજીને પોતાની સજ્જતા પ્રદર્શિત કરી હતી

આ સમાચાર શેર કરો