VIDEO: સત્તાના નશામાં ચૂર અધિકારીનો અમાનવીય ચહેરો, ખુલ્લેઆમ દાદાગીરી સીસીટીવી કેમેરામાં થઈ કેદ
જેતપુર એસટી ડેપોમાં સત્તાના નશામાં ચૂર એક અધિકારીનો અમાનવીય ચહેરો સામે આવ્
જેતપુર એસટી ડેપોમાં સત્તાના નશામાં ચૂર એક અધિકારીનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. જૂનાગઢ ડિવિઝન હેઠળના જેતપુર બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા ATI અધિકારી દિલીપ હુદડની ખુલ્લેઆમ દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એસટી ડેપોની ઓફિસમાં ઉભેલા એક સામાન્ય મુસાફર સાથે અધિકારીએ પ્રથમ ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ કાયદો હાથમાં લીધો હતો.
રોફ છાંટતા આ અધિકારીએ ગરીબ મુસાફરને નિર્દયતાથી પકડીને જાહેરમાં ઉપરાછાપરી લાફા ઝીંકી દીધા હતા. જેમના શિરે મુસાફરોની સુરક્ષાની જવાબદારી છે, તેવા જ જવાબદાર અધિકારી જ્યારે 'ભક્ષક' બને ત્યારે તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થાય છે. આ ઘટનાને પગલે મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને લોકો આવા ઉદ્ધત અધિકારી સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.



