મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારતીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ માલદીવનો પ્રવાસ કરનારા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી

ભારતીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ માલદીવનો પ્રવાસ કરનારા ભારતીયો

ભારતીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ માલદીવનો પ્રવાસ કરનારા ભારતીયો માટે ચેતવણીરૂપ એડવાઈઝરી જાહેર કરી છે. આમાં માલદીવમાં કડક કરાયેલા એન્ટી-ડ્રગ્સના કાયદાઓ ઉલ્લેખ કરીને ભારતીયોને માહિતી અપાઈ છે. માલદીપ સરકારે માર્ચ-2026માં ડ્રગ્સ એક્ટમાં ફેરફાર કર્યા છે. હવે ત્યાં ડ્રગ્સના ગુનાઓ હેઠળ અપાતી સજા વધુ કડક કરવામાં આવી છે.માલદીવના નવા કાયદા મુજબ, જો કોઈ નશીલા પદાર્થોની તસ્કરી કરશે કે પછી પાસે રાખશે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. જો કોઈ મોટાપાયે ડ્રગ્સ તસ્કરી કરતો ઝડપાશે તો તેને કોર્ટ મોતની સજા સંભળાવી શકે છે. જો ઓછી માત્રાનો ડ્રગ્સ મળશે તો પણ ખૂબ જ કડક સજા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે

આ સમાચાર શેર કરો