મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: "બધેથી હારી ગયો છું, હવે જીવવું નથી", માનેલી બહેનને વીડિયો મોકલી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

વડોદરાના ચામુંડાનગરમાં રહેતા પોલિટેક્નિ

વડોદરાના ચામુંડાનગરમાં રહેતા પોલિટેક્નિકના પ્રથમ વર્ષના વિદ્યાર્થી કિરણ મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. કુરિયરના પાર્સલ આવતા કિરણનો ફોન વારંવાર વાગતો હતો, પરંતુ તે ઉપાડતો નહોતો. આથી તેની માતા ત્રીજા માળે તપાસ કરવા ગયાં ત્યારે કિરણ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. કિરણે પોતાની માનેલી બહેનને ત્રણ વીડિયો મોકલ્યા હતા. છેલ્લા વીડિયોમાં રડતા રડતા તેણે કહ્યું કે બધેથી હારી ગયો છું, હવે જીવવું નથી. પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો