મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દારૂ કેસમાં નવો વળાંક: વાઘોડિયા રોડના કાઉન્સિલર જેલમાં, પોલીસ સામે કાવતરાના આક્ષેપો

વડોદરાના વાઘોડિયા રોડના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશી સામે નોંધા

વડોદરાના વાઘોડિયા રોડના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશી સામે નોંધાયેલા દારૂના કેસમાં નવો વળાંક આવ્યો છે. સંખેડા પોલીસે કાર્યવાહી કરી આશિષ જોશીને જેલમાં મોકલ્યા છે. બીજી તરફ પૂર્વ મહિલા કાઉન્સિલર પારુલ પટેલે સંખેડા પોલીસ સ્ટેશનના PI, PSI સહિત પાંચ પોલીસકર્મીઓ સામે ગંભીર આક્ષેપો સાથે DGPને લેખિત ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે. પારુલ પટેલના વકીલ હિતેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કરાયો છે અને પંચનામામાં અનેક ગેરરીતિઓ થઈ છે. સમગ્ર મામલે CCTV ફૂટેજ અને કોલ ડિટેઇલ્સની તપાસ થાય તો ષડ્યંત્ર બહાર આવશે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો