મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ VADODARA: ફેબ્રિકેશન કામ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટતાં એક વ્યક્તિનું મોત

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના રડીયાત બા નગરમાં ફેબ્રિકેશન કામ દરમિયાન ગેસ સિલિ

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના રડીયાત બા નગરમાં ફેબ્રિકેશન કામ દરમિયાન ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મુકેશગીરી નામના યુવકને ગંભીર ઇજા થઈ હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે ઘટનાસ્થળે આવેલી એક દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. પ્રચંડ અવાજથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દહેશત છવાઈ ગઈ હતી. લક્ષ્મીપુરા પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી બેદરકારી અને ટેક્નિકલ ખામીની તપાસ શરૂ કરી છે. FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે

આ સમાચાર શેર કરો