VIDEO : Vadodara કલેક્ટર કચેરી બહાર જ ભરઉનાળે મસમોટો ભૂવો, પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ
વડોદરા કલેક્ટર કચેરી બહાર મુખ્ય માર્ગની મધ્યમાં અચાનક એક મોટો ભૂવ
વડોદરા કલેક્ટર કચેરી બહાર મુખ્ય માર્ગની મધ્યમાં અચાનક એક મોટો ભૂવો પડતાં વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. ભરઉનાળાની ગરમી વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધુ એક ભૂવો નિર્માણ પામતા પાલિકા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ વ્યસ્ત માર્ગ પર કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે જાગૃત રાહદારીઓએ તાત્કાલિક ભૂવા સભર જગ્યાએ વાંસના બાંબુ મૂકીને લોકોને ચેતવવાનું શરૂ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે.




