VIDEO/ અમદાવાદમાં ઘરઘાટીનો ફિલ્મી ડ્રામા! પોતે બંધક બનવાનું નાટક કરી મિત્રો પાસે કરાવી ચોરી
અમદાવાદમાં ઘરઘાટીએ માલિકના ઘરેથી લાખો રૂપિયાના દાગીના ચોરવા માટે મોટું કાવતરું રચ
અમદાવાદમાં ઘરઘાટીએ માલિકના ઘરેથી લાખો રૂપિયાના દાગીના ચોરવા માટે મોટું કાવતરું રચ્યું હતું. આરોપીએ દિલ્હીથી બે સાગરિતોને અમદાવાદ બોલાવીને ચોરીનો પ્લાન બનાવ્યો અને પોતે હાથ-પગ બાંધીને બંધક બનવાનું નાટક કર્યું હતું. ફરિયાદી અચાનક ઘરે પહોંચતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો. બે આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા જ્યારે એક ફરાર થયો. ભાગતા આરોપીઓએ ફરિયાદીના ડ્રાઈવર પર હુમલો કર્યો, તેમ છતાં ડ્રાઈવરે એકને પકડી પાડ્યો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. કુરિયર મારફતે મોકલાયેલા 36 તોલા સોનાના દાગીના સહિત કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે દિલ્હી સુધી તપાસ શરૂ કરી છે



