VIDEO: ધારીના ગીર પંથકમાં કમોસમી વરસાદથી મકાન ધરાશાયી, એક આધેડ મહિલાનું મોત
VIDEO: અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમ
VIDEO: અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેથી ખેડૂતોને ખેતરમાં રહેલા ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આટલું ઓછું હોય તેમ અમરેલી જિલ્લાના ધારીના સરસિયા ગામમાં જુદાજુદા ત્રણ જેટલા મકાનોની દીવાલ ધરાશાયી થઈ હતી. ધારીના ગીર પંથકમાં માવઠાથી એક મકાન ધરાશાયી થયું હતું. જેથી એક આધેડ મહિલાનું મોત થયું હતું.
અવિરત કમોસમી વરસાદ વચ્ચે મકાન ધરાશાયી
અમરેલીમાં નાના લીલિયામાં ગઈકાલે શુક્રવારે (31 ઓક્ટોબર, 2025) મકાન ધરાશાયી થયું હતું. શાંતાબહેન સોમાભાઈ બળોલિયાનું કાચુ મકાન ધરાશાયી થતાં સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ પહોંચી નથી. બનાવ અંગે સરપંચે મામલતદાર અને ટી.ડી.ઓ.ને જાણ કરી હતી. જ્યારે ત્રણ દિવસ પહેલા રાજુલાના આગરિયા ગામમાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થયું હતું.



