મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં પાણી માટે ભયાનક પોકાર, છેલ્લા 45 દિવસથી પીવાના પાણીનું વિતરણ ના થયું

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા 45 દિ

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા 45 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતાં સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. પાણીની કટોકટી એટલી હદે વકરી છે કે સ્થાનિક સ્મશાનગૃહમાં પણ પાણી ખૂટી ગયું છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે આવતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકામાં 8 વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ ઉકેલ આવ્યો નથી. વહીવટી તંત્રના નેતાઓ, જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરો જનતાને સંતોષકારક જવાબ આપવાનું પણ ટાળી રહ્યા છે. પરિણામે, કાળઝાળ ગરમીમાં લોકોને પીવા અને વપરાશના પાણી માટે 2 કિલોમીટર દૂર સુધી વલખાં મારવા મજબૂર બનવું પડ્યું છે.

આ સમાચાર શેર કરો