VIDEO: અંબાજી અને દાંતામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો, માર્ગો બન્યા નદીના વહેણ
ગુજરાતમાં હાલ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે યાત્રાધ
ગુજરાતમાં હાલ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે યાત્રાધઆમ અંબાજી અને દાંતા તાલુકામાં ગઈ રાત્રે કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો. આ વરસાદે અંબાજી, દાંતા, પેથાપુર, રતનપુર સહિતના અનેક ગામોને અસર કરી. અંબાજીની શક્તિધારા સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતું થયું, જેના કારણે કેટલાય મકાનોમાં પાણી ઘૂસી ગયું.
અંબાજીની ગલીઓમાં પાણી ભરાયા હતા
અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ પાણી ભરાયાના દૃશ્યો જોવા મળ્યા હતા, જેનાથી વાહનવ્યવહાર અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો.અરવલ્લીની ગિરિમાળાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થઈ હતી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વરસાદે ખેતરોમાં ભેજ વધાર્યો હોવાથી ખેડૂતો માટે રાહત લાવી શકે છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાથી રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.








