VIDEO/ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ કાર્યરત
રાજ્યમાં અસહ્ય ગરમીને જોતા તમામ સરકારી હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ
રાજ્યમાં અસહ્ય ગરમીને જોતા તમામ સરકારી હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે, જ્યાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોની ટીમ 24 કલાક તૈનાત રહેશે. હીટ સ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ અને સાધનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.


