મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજકેટની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર, 8 એપ્રિલ સુધી કરી શકાશે વાંધો કે રજૂઆત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 29 માર્ચના રોજ યોજાયેલી ગુજકેટની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉત્તરોની ચકાસણી કરી શકે છે.

ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20ની આન્સર-કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમો માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઇટ www.gseb.org પરથી આ વિગતો મેળવી શકશે. જો કોઈ ઉમેદવારને પ્રસિદ્ધ થયેલી આન્સર-કી સામે વાંધો કે રજૂઆત હોય, તો તેઓ 8 એપ્રિલ, 2026ના રોજ સાંજે 18:00 કલાક સુધીમાં પોતાની રજૂઆત મોકલી શકે છે.

આ માટે ઉમેદવારે નિયત નમૂનામાં વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ ફોર્મ ભરીને જરૂરી આધારો સાથે ઈ-મેઈલ કરવાનો રહેશે. મહત્ત્વની બાબત એ છે કે દરેક પ્રશ્ન દીઠ રૂ.500/- ની ફી નિર્ધારિત કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો