મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પરસેવે રેબઝેબ થશે ગુજરાતીઓ, રાજ્યમાં 3 દિવસ પારો 41 ડિગ્રીને પાર રહેશે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં કાળજાળ ગરમીનો પ્રકો

હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં કાળજાળ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાનમાં હાલ કોઈ ખાસ ફેરફારની શક્યતા નથી અને આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે.

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો આકરો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ 19 મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે. રાજ્ય તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ ફેરફાર શક્ય બનશે. સાથે જ કેરળમાં ચોમાસું 26 મે આસપાસ સક્રિય થવાની શક્યતા છે અને આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું આવી શકે છે.

આ સમાચાર શેર કરો