Ahmedabad : બલોલનગર બ્રિજ પર ગંભીર અકસ્માત, સ્પોર્ટ્સ બાઈક સવાર આધેડ બ્રીજ નીચે પટકાતા કરુણ મોત
અમદાવાદના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતમાં 52 વર્ષીય અતુલભાઈ રમેશભાઈ પંચાલનું કરુણ મોત નિપ
અમદાવાદના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતમાં 52 વર્ષીય અતુલભાઈ રમેશભાઈ પંચાલનું કરુણ મોત નિપજ્યું છે. અતુલભાઈ રાત્રે પોતાની સ્પોર્ટ્સ બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે અંદાજે 1:30 વાગ્યે બ્રિજ પરથી પસાર થતા બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ બાઈક આશરે 60 કિમીની ઝડપે દોડી રહી હતી. કાબૂ ગુમાવતા તેઓ સીધા બ્રિજ નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. વારંવાર અકસ્માતો છતાં બ્રિજ પર પૂરતી સેફ્ટી વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.



