VIDEO: પાટડી-જૈનાબાદના જર્જરિત પુલનું સરકારે શરૂ કર્યું રિપોરિંગ કામ, 10 હજારથી વધુ વાહનો પસાર થતા હોય છે બ્રિજ પર

ગુજરાતના પાદરા રોડ પર આવેલો ગંભીરા બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત નિપજ્યા હતા. દુર

ગુજરાતના પાદરા રોડ પર આવેલો ગંભીરા બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત નિપજ્યા હતા. દુર્ઘટના બાદ રાજ્યના વિવિધ બ્રિજોનું હાલ નિરીક્ષણ ચાલી રહ્યુ છે. જેમાં ઘણા બ્રિજોમાં ક્ષતિઓ જોવા મળી છે.  મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરનો પાટડી-જૈનાબાદ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. જોકે હાલ વાહનોને ડાવર્ઝન આપ્યું છે. 

મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાા

  સુરેન્દ્રનગરના પાટડી-જૈનાબાદ વચ્ચેના જર્જરિત પુલની સ્થિતિ પર GSTVના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. આ બ્રિજ એ હદે જર્જરિત સ્થિતિમાં હતો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાા હતી. જો કે તંત્ર સફળું જાગ્યું અને સમારકામ શરૂ કર્યું છે. જોકે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ હાજર તમામ અધિકારીઓનો ઉધડ઼ો લીધો હતો.

જાહેરાત

પુલનું નવનિર્માણ કામ 15 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું

આ પુલનું નવનિર્માણ કામ 15 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જૂના પુલનું તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જેથી ડ્રાઇવર્સ તેનો ઉપયોગ કરી શકે. આ પુલ અત્યંત જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા તેને શરૂ રાખવામાં આવ્યો હતો, જેના પર રોજ રાજસ્થાન-બહુચરાજી તરફ જતા 10 હજારથી વધુ વાહનો પસાર થતા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત