VIDEO/ ગાઝિયાબાદ: ₹2 કરોડના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને સોંપતી પોલીસ
ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે એક પ્રશંસનીય કામગીરી કરતા આશરે 2 કરો
ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે એક પ્રશંસનીય કામગીરી કરતા આશરે 2 કરોડની કિંમતના ગુમ થયેલા, ચોરાયેલા અને લૂંટાયેલા મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને પરત કર્યા હતા .સર્વેલન્સ સેલ અને વિવિધ પોલીસ સ્ટેશનોના સંયુક્ત પ્રયાસોથી કુલ 1,100થી વધુ હેન્ડસેટ શોધી કાઢવામાં આવ્યા હતા.કમિશનર અજય કુમાર મિશ્રાએ એક કાર્યક્રમ દરમિયાન આ ફોન માલિકોને સોંપ્યા હતા.પોલીસની આ સક્રિયતા ગુનાખોરી ડામવા અને જનતાનો વિશ્વાસ જીતવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસે આ સફળતા મેળવી હતી




