VIDEO: ડભોઇ સરિતા ક્રોસિંગ રેલવે ઓવરબ્રિજ ઉપર પુનઃ પડ્યા ગાબડા
ડભોઇ સરિતા ક્રોસિંગ રેલવે ઓવરબ્રિજ ઉપર પુનઃ ગાબડા પડ્યા છે. બ્રિજ પર ગાબડા પડતા સળ
ડભોઇ સરિતા ક્રોસિંગ રેલવે ઓવરબ્રિજ ઉપર પુનઃ ગાબડા પડ્યા છે. બ્રિજ પર ગાબડા પડતા સળિયા બહાર આવી ગયા છે. 20 થી 25 દિવસમાં સતત બીજીવાર બ્રિજની મધ્ય ભાગમાં ગાબડા પડતાં સ્થાનિકોમાં મોટી દુર્ઘટનાનો ભય તોળાઈ રહ્યો છે. સરિતા રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ ગુણવત્તા બાબતે ચર્ચામાં રહ્યો છે.
બ્રિજ પર આરસીસી ઉખડી જઈ સળિયા બહાર આવી જતા વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા 20 દિવસ પૂર્વે જ પેચ વર્ક કરી ખાડા પૂરવામાં આવ્યા હતા. પુનઃ બ્રિજ પર અન્ય જગ્યાએ ખાડા પડવાની ઘટના બની છે.




