VIDEO: 'પુસ્તક પર હંગામો ખોટો': વિવાદો વચ્ચે પૂર્વ આર્મી ચીફ નરવણેનો રાહુલ ગાંધીના દાવાઓ પર પલટવાર

ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુક

ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ચીન સામે ભારતની જમીન ગુમાવવાના વિપક્ષના દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો કોઈને દેશના વડાપ્રધાન, રક્ષામંત્રી કે સેના પ્રમુખ પર વિશ્વાસ ન હોય, તો કોઈ પણ દલીલ તેમની માનસિકતા બદલી શકતી નથી. પેંગોંગ લેક અને રેચિન લાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, તણાવ દરમિયાન તેમને સરકારનું પૂર્ણ સમર્થન હતું અને ભારતીય સૈનિકોને સ્વરક્ષણ માટે ગોળીબાર કરવાની સંપૂર્ણ છૂટ હતી. રાહુલ ગાંધી દ્વારા તેમની પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' અંગે કરવામાં આવેલા દાવાઓ પર પ્રતિક્રિયા આપતા જનરલ નરવણેએ કહ્યું કે પુસ્તકમાં એવું કંઈ નથી જેના માટે હંગામો મચાવવામાં આવે. હાલમાં આ પુસ્તકના પ્રકાશન પર રોક છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારના આદેશો હંમેશા સ્પષ્ટ હતા

આ સમાચાર શેર કરો

જાહેરાત