મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉપલેટાની વેણુ-2 સિંચાઈ યોજનાના ડેમના ચાર દરવાજા ખૂલશે, આ ગામોને કરાયા સાવચેત

ઉપલેટાની વેણુ-2 સિંચાઈ યોજનાના ડેમના ચાર દરવાજા ત્રણ ફ

ઉપલેટાની વેણુ-2 સિંચાઈ યોજનાના ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમમાંથી કુલ 6 હજાર 482 ક્યુસેક પાણી છોડવામાં આવશે, કારણ કે આગામી ચોમાસા પહેલા ડેમમાં જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવાની છે.

સરકારની મંજૂરી બાદ લેવાયેલા આ નિર્ણયને પગલે ડેમના હેઠવાસમાં આવેલા ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નીલાખા અને ગણોદ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ભાદર નદી કાંઠાના ગામોના લોકોને પણ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તંત્રએ નદીના પટમાં રહેલી ઇલેક્ટ્રિક મોટર, પાઇપલાઇન અને અન્ય મશીનરી તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે.  

આ સમાચાર શેર કરો