મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોંડલની જાહેર સભામાં પૂર્વ ધારાસભ્યના આકરા પ્રહાર,કહ્યું 'મેં ક્યારેય કોઈની જમીન પચાવી નથી કે રૂપિયા પડાવ્યા નથી'

ગોંડલના મોવિયા ગામે ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધ

ગોંડલના મોવિયા ગામે ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કરી રાજકીય માહોલ ગરમાવ્યો હતો. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે વિરોધ પક્ષનો એક પણ સભ્ય ચૂંટાવાનો નથી અને જો ચૂંટાશે તો તે ભાજપનો ખેસ જ પહેરશે.જયરાજસિંહે ગોંડલમાં છેલ્લા ચાર મહિનાથી વધી રહેલી ગુંડાગીરી અને દાદાગીરી અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે, "મેં ક્યારેય કોઈની જમીન પચાવી નથી કે રૂપિયા પડાવ્યા નથી." બહારથી આવેલા લોકો ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાવી તેમણે મતદારોને સાવધાન કર્યા હતા.  

આ સમાચાર શેર કરો