VIDEO: દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ પર કર્યા ગંભીર આક્ષેપ

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના કોંગ્રેસના પૂર્વ ધાર

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવટી મતદાતાઓનો એકસાથે અનેક સ્થળો પર મતદાન કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમને જણાવ્યું કે, એક વિધાનસભા દીઠ 11 હજાર જેટલા ડુબ્લિકેટ મતદાતાઓ નોંધાયા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. હું પણ ડુબ્લિકેટ મતદાતાઓ અને બોગસ મતદાનનો ભોગ બન્યો અને 2100 મત સાથે હાર થઈ હતી. 

 વધુમાં પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, ખોટા એડ્રેસ ઊભા કરી પિતાના ખોટા નામો સહિતના ચૂંટણીકાર્ડનો ઉપયોગ કરી બોગસ મતદાન કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યા હતા.પ્રથમ વખત મતદાન કરનાર 70 વર્ષના વૃધ્ધોએ મતદાન કરાવામાં આવ્યાનો પણ આરોપ કર્યા હતા. આમ છતાં ચૂંટણીપંચ ચૂપ છે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે ન્યાયની માંગ કરવામાં આવી છે. આ દેશમાં લોકશાહી બચાવવા કાર્યવાહી જરૂરીછે.

આ સમાચાર શેર કરો

જાહેરાત