VIDEO: દિલ્હીમાં વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ
દિલ્હીમાં વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત પૂર્વ દિલ્હીના વિવિધ વ
દિલ્હીમાં વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત પૂર્વ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મકાનોની યાદી તૈયાર કરવાનીપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી અભિયાનના ભાગરૂપે પશ્ચિમ વિનોદ નગર અને પટપડગંજ જેવા રહેણાક વિસ્તારોમાં સરકારી કર્મચારીઓએ ઘરે ઘરે જઈને ફોર્મ્સનું વિતરણ શરૂ કર્યું છે. આ કામગીરી દરમિયાન કર્મચારીઓ નાગરિકોને વસ્તી ગણતરીના ફોર્મ કેવી રીતે ભરવા અને પ્રક્રિયામાં કયા દસ્તાવેજોની જરૂર પડશે તે અંગે વિગતવાર માર્ગદર્શન પણ આપી રહ્યા છે. આ ડેટા કલેક્શન આગામી વર્ષોમાં આયોજન અને નીતિ નિર્ધારણ માટે પાયાનું કામ કરશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, જેથી વસ્તી ગણતરીની કામગીરી સમયસર અને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરી શકાય.




