VIDEO: સુરેન્દ્રનગરમાં પહેલીવાર 3 દિવસીય નારીમેળાનું આયોજન
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલીવાર ત્રણ દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્ય

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલીવાર ત્રણ દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળો મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાય છે. રાજ્ય સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની પહેલ હેઠળ ડિસેમ્બર મહિનામાં મેળાઓનું આયોજન થઈ રહ્યું છે, અને સુરેન્દ્રનગરમાં આ પહેલીવાર 3 દિવસનો વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવાશે.
આ ત્રણ દિવસીય નારી મેળામાં 50 ડેટલા સ્ટોર ઊભા કરી મહિલાઓને આર્થિક રીતે મજબૂત બને તે અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્રણ દિવસના મેળાનો પ્રભારી મંત્રી દર્શના વાઘેલાએ મેળાનો વિધિવત્ રીતે ખુલ્યો મૂક્યો હતો. બાંધણી ગૃહઉધોગ કાપડ સાથે જોડાયેલ મહિલાઓએ સ્ટોર ખોલી અને વસ્તુઓનું વેચાણ હાથ ધર્યું હતું.
આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે – ખેતીથી લઈને ટેક્નોલૉજી સુધી. સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં આવા મેળા દ્વારા મહિલાઓને પ્લેટફોર્મ મળશે, જે તેમને સ્વાવલંબી બનાવશે અને સમાજમાં તેમનું સ્થાન મજબૂત કરશે. આ મેળો નારી શક્તિના વંદનનો પ્રતીક બનશે.





