Delhi pollution: સતત વધતા પ્રદૂષણને લઈ દિલ્હી સરકારનો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

Delhi pollution: દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈ સરકાર અને તંત્ર સતત સજાગ છે. દિલ્હીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઈ મોટી જાહેરાત કરી છે. જેમાં વિદ્યાર્થીઓને સારી હવા મળી રહે તે માટે તેઓ સરકારી શાળાના 10 હજાર ઓરડાઓમાં એર પ્યૂરિફાયર લગાવવાનું કામ કરશે. આ અંગે દિલ્હીના શિક્ષણ મંત્રી આશીષ સૂદે આ અંગેની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણને લઈ દિલ્હી સરકારના મંત્રી આશીષ સૂદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમ્યાન તેઓએ જણાવ્યું કે, આ પ્રદૂષણ ગત 10 મહિનામાં ઉઠાવેલા મુદ્દામાં નથી. આ દરમ્યાન તેઓએ ક્લાસ રૂમમાં એર પ્યૂરિફાયર લગાવવાની જાહેરાત કરી છે. દિલ્હીના શિક્ષણ મંત્રી સૂદે આને લઈ આજે ટેન્ડર જાહેર કર્યા છે. આનાથી આ કામ ધીમેધીમે શરૂ થઈ જશે. આનો હેતુ રાજધાની દિલ્હીમાં ભણતા બાળતોનાં ક્લાસ રૂમની અંદર તાજી હવા મળી શકે.
પત્રકાર પરિષદ દરમિયાન મંત્રી આશિષ સૂદે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં, દસ હજાર વર્ગખંડોમાં હવા શુદ્ધિકરણ સ્થાપિત કરવામાં આવશે. આ પછી, આ યોજનાના લાભો દિલ્હીની તમામ સરકારી શાળાઓના વર્ગખંડોમાં વિસ્તૃત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર બાળકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરશે નહીં, અને કોઈને પણ તેમ કરવા દેશે નહીં. તેમણે વધુમાં સમજાવ્યું કે આ પગલું એક મોટી સરકારી યોજનાનો ભાગ છે. તેનો હેતુ બાળકોને પ્રદૂષણથી બચાવવાનો છે, ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં, જ્યારે દિલ્હીની હવા અત્યંત પ્રદૂષિત થઈ જાય છે.
સપ્ટેમ્બર સુધી સાફ થઈ જશે લેન્ડફીલ
પ્રદૂષણને ઓછું કરવા માટે કરવામાં આવેલા પગલાં અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સપ્ટેમ્બર-2026 સુધી ભલસ્વા લેન્ડફીલ સંપૂર્ણ રીતે ખાલી અને સાફ કરાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ જગ્યા ઘણા સમયથી દિલ્હીમાં પ્રદૂષણનું મોટું કારણ મનાઈ રહ્યું છે.

