VIDEO/ દાહોદ નજીક લૂંટના ઈરાદે ફાયરિંગ: યુવક ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના જોબટ નજીક લૂંટના ઈરાદે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ઝમેરી ગામેથ
મધ્યપ્રદેશના જોબટ નજીક લૂંટના ઈરાદે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ઝમેરી ગામેથી લગ્ન પ્રસંગ પતાવીને બે લોકો મોટરસાયકલ પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં મોઢા પર કપડું બાંધેલા બે અજાણ્યા બદમાશોએ તેમને લૂંટવાના ઈરાદે રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, બાઈક ચાલકે ગાડી ન રોકતા ઉશ્કેરાયેલા લૂંટારુઓએ પહેલા લાકડી વડે હુમલો કર્યો અને ત્યારબાદ સીધું ફાયરિંગ કરી દીધું હતું. આ અંધાધૂંધ ફાયરિંગમાં મહેશભાઈ નામના યુવકને પેટની ડાબી બાજુએ ગોળી વાગતા તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.
ગોળી વાગવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી ફરાર લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




