VIDEO/ આસનસોલમાં TMCના કાર્યાલયમાં અચાનક લાગી આગ
પશ્ચિમ બંગાળના આસનસોલ માં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યાલયમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક લોકોના જણા
પશ્ચિમ બંગાળના આસનસોલ માં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યાલયમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ સવારે ફાટી નીકળી હતી અને તરત જ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમો તરત સ્થળ પર પહોંચી અને ત્વરિત કાર્યવાહી કરીને આગને કાબુમાં લાવી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ સંપૂર્ણપણે કાબુમાં છે સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટા પ્રમાણમાં સામગ્રીનું નુકસાન પણ ટાળી શકાયું છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને અધિકારીઓએ સ્થળ પર હાજરી નોંધાવી છે.




