VIDEO: મુંબઈના માનખુર્દમાં કુર્લા સ્ક્રેપ માર્કેટમાં વહેલી સવારે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી
આર્થિક રાજધાની મુંબઈના માનખુર્દ વિસ્તારમાંથી આગની એક મોટી ઘટના સામે આ
આર્થિક રાજધાની મુંબઈના માનખુર્દ વિસ્તારમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. માનખુર્દના એકતા નગરમાં આવેલા કુર્લા સ્ક્રેપ માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આગની ઝપેટમાં 4 થી 5 સ્ક્રેપ મટિરિયલના ગોડાઉન આવી ગયા છે, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. હાલમાં કુલિંગ ઓપરેશન ચાલુ છે અને આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.




