VIDEO: અમદાવાદની નેશનલ સ્કૂલ બહાર માથાકૂટનો મામલો, અન્ય 3 વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપ

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
3 વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત
સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થીઓ ઝઘડ્યા હતા. વિદ્યાર્થી પર ચપ્પુ, લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે ચાર મહિના અગાઉ બોલાચાલી થઈ હતી. બીજી તરફ પહેલેથી જ સ્કૂલ બહાર અન્ય વિદ્યાર્થીઓ મારવા માટે ઊભા હતા. નોંધનીય છે કે આ હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક વિદ્યાર્થીને હાથમાં, એક વિદ્યાર્થીને માથામાં અને એક વિદ્યાર્થીને પણ ઈજા પહોંચી હતી.બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો
જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા.
જાહેરાત







