મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ બહુચરાજી ડંપિંગ સાઈડમાં ભીષણ આગ

મહેસાણાના પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજીમાંથી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંની ડંપિંગ સાઈડમાં મોડી

મહેસાણાના પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજીમાંથી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંની ડંપિંગ સાઈડમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પાલિકા પાસે પોતાનું કોઈ ફાયર ફાઈટર ન હોવાને કારણે સાંજે ૭ વાગ્યાથી શરૂ થયેલી આગ રાત્રે ૧૨ વાગ્યા સુધી સતત ચાલુ રહી હતી.આગના કારણે આજુબાજુના રહીશો દુર્ગંધયુક્ત અને ઝેરી ધુમાડાથી ભારે ત્રસ્ત બન્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકાએ પાણીના ટેન્કર મોકલવાની પણ તસ્દી લીધી ન હતી અને અંતે મોડી રાત્રે આગ આપમેળે જ ઓલવાઈ હતી. ઓટોહબ બહુચરાજી પંથકમાં અવારનવાર આવી આગની ઘટનાઓ બનવા છતાં તંત્ર હજુ સુધી કુંભકર્ણ નિદ્રામાં છે.

આ સમાચાર શેર કરો