VIDEO/ Mehsana: ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસમાં યુવકનો આપઘાત
VIDEO/ Youth commits suicide at ISKCON Guest House in Kheralu | ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસમાં એક યુવકની લટકતી લાશ મળતા ચકચાર મચી ગઈ છે. રાત્રે રોકાવા આવેલા ય
ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસમાં એક યુવકની લટકતી લાશ મળતા ચકચાર મચી ગઈ છે. રાત્રે રોકાવા આવેલા યુવકે બેડની ચાદર વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. સવારે ચેકઆઉટ સમયે રૂમ ન ખૂલતા ગેસ્ટ હાઉસના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. રૂમ અંદરથી બંધ હોવાથી પોલીસે પાછળની બારી મારફતે અંદર પ્રવેશ કરી દરવાજો ખોલ્યો હતો. તપાસ દરમિયાન પંખા સાથે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ 35 વર્ષીય સુરેશકુમાર ચૌહાણ, નાની હિરવાણી ગામના રહેવાસી તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.



