VIDEO: કચ્છના વાઢિયા ખાતે ખેડૂતોની મહાસભા યોજાઈ, સરકાર સામે રજૂ કરી મુખ્ય માંગો
કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ખાતે ખેડૂતોની મહાસભા મળી. જેમાં ખેડૂતોના મુખ્ય ૧૦ પ્રશ્નો પર અવાજ ઉઠાવવા માટે મો
કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ખાતે ખેડૂતોની મહાસભા મળી. જેમાં ખેડૂતોના મુખ્ય ૧૦ પ્રશ્નો પર અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા.. ખાસ મુદ્દો વીજ લાઈનના યોગ્ય વળતરનો છે. વઢિયા ગામમાં ખેતરોમાં અદાણી કંપનીની હેવી જ લાઈન નાંખવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં રોષ છે. વીજ કંપની બજાર ભાવને બદલે જંત્રી ભાવ મુજબ વળતર ચૂકવે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેથી યોગ્ય વળતર ના મળતાં વિરોધ યથાવત છે.
સભામાં ખેડૂતોના હિત માટે જરૂરી માંગણીઓ અને પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા
કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગામોગામ સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેના ભાગ રૂપે વાઢિયા ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.દરેક તાલુકામાંથી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોતાના અધિકારો માટે સંગઠિત અવાજ ઉઠાવશે. આ સભામાં ખેડૂતોના હિત માટે જરૂરી માંગણીઓ અને પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા.






