VIDEO: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં DAP ખાતરના ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં DAP ખાતરના ભાવ વ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં DAP ખાતરના ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેસરગંજ ગામના ખેડૂતોએ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે બિયારણ, મજૂરી અને ડીઝલના વધેલા ભાવ વચ્ચે DAP ખાતરના ભાવ વધારાએ ખેતીને અનર્થક બનાવી દીધી છે. તેમણે તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સરકાર માંગ પૂરી નહીં કરે તો આગામી દિવસોમાં રસ્તા રોકીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


