VIDEO: દેવભૂમિ દ્વારકાના રાવલમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
દેવભૂમિ દ્વારકાના રાવલ વિસ્તારમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને ભારે હાલાકીન

દેવભૂમિ દ્વારકાના રાવલ વિસ્તારમાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે અને મોડી રાત સુધી ખેડૂતો ડીઝલ મેળવવા રાહ જોઈ રહ્યા છે. ચોમાસું નજીક આવતા ખેતીકામ માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોમાં ડીઝલની માંગ અચાનક વધી જતા પૂરતો જથ્થો મળતો નથી. ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવાની ફરજ પડતા ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો તાત્કાલિક પૂરતો ડીઝલ જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી રહ્યા છે.




