VIDEO: જેતપુરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો
જેતપુરના થાણા ગાલોલ સરકારી ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડ
જેતપુરના થાણા ગાલોલ સરકારી ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો છે. મોબાઈલ મેસેજમાં ખરીદ કેન્દ્રનું સ્પષ્ટ સરનામું ન હોવાથી અનેક ખેડૂતો ભટકીને અન્ય કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જેના કારણે તેમને હજારો રૂપિયાનું ટ્રેક્ટર ભાડું ખર્ચવું પડ્યું છે.
ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો
રાતના ૧૨ વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં વારો ન આવતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નિયમ મુજબ ૬૦૦ ગ્રામના બદલે ૭૦૦ થી ૭૩૦ ગ્રામ જેટલું વજન વધારે લેવામાં આવે છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્ર દ્વારા પોલીસ બોલાવવાની ચીમકી અપાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.







