મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે નિકાસ નીતિ બદલવા માંગ

મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના પ્રસિદ્ધ પિંપળગાંવ બસવંત માર્કેટમાં ખેડૂતો મોટી માત્રામાં ડું

મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના પ્રસિદ્ધ પિંપળગાંવ બસવંત માર્કેટમાં ખેડૂતો મોટી માત્રામાં ડુંગળીનો જથ્થો વેચાણ માટે લાવ્યા હતા. ડુંગળીની બમ્પર આવકને કારણે બજાર સમિતિમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, બજારમાં ડુંગળીના ગગડતા ભાવને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો હતો .ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે ડુંગળીના ભાવ વધારવા માટે નક્કર પગલાં લેવામાં આવે જેથી તેમનો ઉત્પાદન ખર્ચ નીકળી શકે. ખેડૂતોના મતે, જો સરકાર નિકાસ નીતિમાં ફેરફાર અથવા ટેકાના ભાવ જાહેર નહીં કરે, તો તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. કૃષિ સંગઠનોએ પણ ખેડૂતોના હિતમાં તાત્કાલિક દખલગીરી કરવાની માંગ કરી હતી

આ સમાચાર શેર કરો