VIDEO: પોલીસ કર્મીએ કિશોરને લાફો માર્યાનો પરિવારનો આક્ષેપ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા કિશોરને લાફો માર્યાના આક્ષેપ સાથે એક વ
અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા કિશોરને લાફો માર્યાના આક્ષેપ સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે. આક્ષેપ મુજબ બે કિશોર રાત્રે ગાર્ડનમાં ગયા હતા, ત્યારે PCR વાનમાં આવેલા પોલીસ કર્મીઓએ તેમને બહાર કાઢી મારપીટ કરી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા મોબાઈલ ફોન લઈ કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઘટના વાસણા વિસ્તારની હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ વાયરલ વિડીયોની પૃષ્ટિ જીએસટીવી નથી કરતું..



