VIDEO: બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત બાદ ટેન્કરમાં બ્લાસ્ટ, બે લોકોના મોત
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા ચોકડી નજીક ટેન્કરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પ
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા ચોકડી નજીક ટેન્કરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી અનુસાર બે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કાપડના રોલ ભરેલી આઇસર ટ્રક રોંગ સાઇડમાં ધસી આવી હતી.
આઈસર ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી
આ આઈસર ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી હતી. તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી. તે દરમ્યાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની સાથે ત્રણ વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.
આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 26-12-2024નું ગુજરાત સમાચાર
3 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો
ઘટનાને જોતા ફાયરવિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાને પગલે રોડની બંન્ને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી.જેના પગલે રાત્રિ દરમિયાન ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.








