VIDEO: નવસારીમાં વિવિધ તાલુકા પંચાયતોના નવા હોદ્દેદારોની વરણી
નવસારી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં
નવસારી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે, જેમાં નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયનભાઈ પટેલ, જલાલપોરના પ્રમુખ તરીકે કેયુરભાઈ પટેલ અને ગણદેવીના પ્રમુખ તરીકે પુષ્પાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ચીખલી તાલુકા પંચાયતની કમાન રશ્મીકાબેન પટેલ, ખેરગામની જવાબદારી હંસાબેન દેસાઈ અને વાંસદાના પ્રમુખ તરીકે કોંશિકભાઈ પટેલને સોંપવામાં આવી છે.
દરેક તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાઓની પણ વરણી કરવામાં આવી છે, જેનાથી સમગ્ર જિલ્લામાં વહીવટી માળખું સક્રિય બન્યું છે. નવી નિયુક્ત થયેલી આ ટીમ આગામી સમયમાં પોતપોતાના તાલુકાઓના વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા માટે કાર્યરત થશે.


