VIDEO: જામનગરમાં જુના મકાનની છત ધરાશાયી થતા વૃદ્ધનું મોત
જામનગરઃ કાલાવડ નાકા બહાર આવેલા રંગુનવાલા હોસ્પિટલ નજીક એક દુર્ઘટના બનવા પામી છે. વિસ્ત
જામનગરઃ કાલાવડ નાકા બહાર આવેલા રંગુનવાલા હોસ્પિટલ નજીક એક દુર્ઘટના બનવા પામી છે. વિસ્તારમાં આવેલા એક જુના મકાનની છત ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા સ્થળ પર પહોંચીને વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. દબાયેલ હુસેનભાઇ નામના વૃદ્ધને બહાર કાઢી જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.




