VIDEO:સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર ડમ્પર અને ટ્રેકટરની ટક્કર, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ છે. જાખણ નજીક ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. જેમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. તમામને નજીકની હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. ટ્રેક્ટરમાં 25 થી વધુ મજૂરો સવાર હતા. તમામ મજૂરો સોલાર કંપનીમાં કામ કરતા હોવાનું જણાયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.




