મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોમતીપુર વિસ્તારના એક પરિવાર માટે લંડન જવાનું સપનું દુઃસ્વપ્ન બની ગયું

અમદાવાદના ગોમતીપુર વિસ્તારના એક પરિવાર માટે લંડન જવાનું સપનું દુઃસ્વપ્ન

અમદાવાદના ગોમતીપુર વિસ્તારના એક પરિવાર માટે લંડન જવાનું સપનું દુઃસ્વપ્ન બની ગયું છે. એજન્ટો દ્વારા વાયા દુબઈ થઈ લંડન મોકલવાના બહાને દંપતી અને બે પુત્રો સહિત કુલ ચાર સભ્યોને આફ્રિકાના જંગલોમાં બંધક બનાવી લેવામાં આવ્યા છે.20 એપ્રિલના રોજ નીકળેલા આ પરિવારને એજન્ટોએ છેતરીને કેન્યા કે ઈથોપિયામાં કેદ કર્યા હોવાની આશંકા છે. 'બાબા ખાન' નામના શખ્સે પરિવારને છોડવા માટે 1 કરોડ 30 લાખની ખંડણી માંગી છે. અપહરણકારોએ પુત્રનો લોહીલુહાણ હાલતમાં ફોટો અને અર્ધગ્ન હાલતમાં પરિવારના વિડિયો મોકલી ક્રૂરતાની હદ વટાવી છે

આ સમાચાર શેર કરો